દિવાળી
આવી દિવાળી આવી,
સૌ કોઈના ઘરની ધૂળ ખંખેરવા આવી દિવાળી આવી....
પર્વ પ્રકાશનો, આતુરતા-ઉમંગ-ઉત્સાહ શ્રી રામના આગમનનો મનાવવા,
આવી દિવાળી આવી....
ઘૂઘરા,મઠિયા,ચોરાફળી,મીઠાઈ લાવી,
ઘર આંગણું ઝગમગાવવા આવી દિવાળી આવી...
તનકતારા,ફુલઝારી,કોઠી,ચકરડી,રંગબેરંગી બપોરીયાએ મન મોહ્યું બાળકોનું, ગૃહિણી વ્યસ્ત બની પર્વની ખાદ્ય ચીજો બનાવવા, મોટેરા ખુશ થશે (મનમાં) ખર્ચા કરી,
આવી દિવાળી આવી....
ઘર શણગારાશે રંગોળી, અવનવા દિવા, અવનવી રોશની, હારતોરા થી,
ગગન ઝગમગશે અવનવી આતશબાજી થી,
આવી દિવાળી આવી...
મહેલ હોય કે કુટિર સૌ કોઈના ઘરમાં, મનમાં પ્રકાશ ફેલાવવા, આનંદ લાવવા,
આવી દિવાળી આવી...
કોઈ મનાવે મનમાં, કોઈ મનાવે ઘરમાં તો કોઈ મનાવે જગ ઘૂમી દિવાળી,
સૌ કોઈના મનનો મિજાજ બદલવા આવી દિવાળી આવી....
ઉજવાશે તહેવાર દિવસ પાંચ, સંચાર થશે ઉર્જાનો વર્ષભરનો,
સૌ કોઈના જીવનનો ઉત્સાહ વધારવા
આવી દિવાળી આવી....
દાદા બૉમ્બ,શટલ,હવાઈ જેવા ફટાકડા લુપ્ત થયા,
દરજીને ત્યાં નવા કપડાં સીવડાવવા, બાળપણમાં દિવાળીની મજા માણવા,
સ્કૂલ વેકેશનમાં આપેલ લેસન વહેલું પૂરું કરી લેવાની મજા, જાતે દિવાળી કાર્ડ બનાવાની મજા બન્યું ભૂતકાળ....
આધુનિકતા, વ્યસ્તતાની હોડમાં વિસરાય તહેવાર મનાવવાની સાચી મજા,
સીમિત બન્યો તહેવાર સંવાદ-સંદેશના આદાન-પ્રદાન થી....
મનમાં ભરી ઉમંગ પરસ્પર સ્નેહની સૌને દિવાળીની શુભકામના તેમજ આવનાર નવું વર્ષ માટે સૌકોઈના સારા વિકાસ, સારું આરોગ્ય, સુખી જીવન માટે શુભેચ્છા સહ.
મારા મનની "આવી દિવાળી આવી"
No comments:
Post a Comment