માથે બળબળતો તાપ છતાં,
વેકેશન પૂરું માણી લેવાની ઘેલછા...
ક્યાંક, સવારે મોડા ઉઠવાની મજા; તો તાપ માથે ચઢતા ગામ ફરવાની મજા..
ક્યાંક, પથ્થર ફેંકી કેરી, જાંબુ તોડવાની મજા;
તો ક્યાંક, અંતુલેશ્વર મંદિર આગળ વિલાયતી આમલી,બઁકોલા ગોતવાની મજા..
ક્યાંક,પારનેરા ડુંગર ની તળેટી માં મોરપીંછ શોધવાની મજા;
તો ક્યાંક, વડ ની વડવાઈ ઝૂલવાની મજા..
ક્યાંક, મિત્રો થકી પૈસા ભેગા કરી સાથે તરબૂચ ખાવાની મજા;
તો ક્યાંક, ફર્સ્ટ ગેટ આગળ બળદ થકી પિલાતા મીઠો-મધુર શેરડી નો રસ પીવાની મજા..
ક્યાંક,લખોટી રમવાની મજા;
તો ક્યાંક, રમી રમવાની,કેરમ રમવાની,સાપ સીડી રમવાની મજા..
ક્યાંક,પડોસીઓ સાથે ભેગા મળી બટાકા ની વેફર,પાપડ-પાપડી, ચકરી,લોચો બનાવાની મજા;
તો ક્યાંક,પાડોસીના ઘરે થી બરફ ના ટુકડા લાવી ઓરેન્જ,પાઈનેપલ,કાલા ખટ્ટા જેવા રસના ના સરબત પીવાની મજા..
ક્યાંક,સ્કુલ ના રિઝલ્ટ ના દિવસે વેહલા ઉઠી રિઝલ્ટ જાણવાની કુતુહલતા;
તો ક્યાંક,સારું રિઝલ્ટ આવનાર ને ત્યાં પેંડા ખાવાની મજા..
ક્યાંક, વલસાડ પહોંચી નવા ચલચિત્રો માટે લાઈન માં ઉભા રહી ટિકિટ મેળવવાની મજા;
તો ક્યાંક,કલ્યાણ બાગ આગળ બનારસ ભેળ તેમજ નવરંગ લસ્સી પીવાની મજા..
ક્યાંક, શાંત વાતાવરણ માં આંબે બેઠેલી કોયલ નો ટહુકાર સાંભળવાની મજા;
તો ક્યાંક, અતુલ સંકુલ માં શિફ્ટ બદલાતા વાગતો નાદ નો રણકાર સાંભળવાની મજા..
ક્યાંક, પાર નદી ના પૂલ પર બેસી સૂર્યાસ્ત નિહાળવાની મજા;
તો ક્યાંક, નદી ના પાણી ને સમતલ ચપ્પટ પથ્થર ફેંકી દેડકી કુદાવવાની મજા..
ક્યાંક, અંધારું થતા ઘરે વહેલાં પોંહચવાની મજા;
તો ક્યાંક,રાત્રી ના ટેલિવિઝન પર ક્રમસહ ચિત્રહાર,છાયા ગીત, નુક્કડ, બુનિયાદ,કરમચંદ, માલગુડીડેઇઝ, વિક્રમ-વેતાળ, યે જો હે જિંદગી તેમજ સૌથી વધુ વિવિધ જાહેરાતો જેવી કે, માર્લેક્સ પ્રેસર કુકર, ટોપાઝ બ્લેડ, બજાજ સ્કૂટર, ડાબર લાલ મંજન, ઓનિડા ટીવી, લિરિલ સાબુ, ઓલ્ડ સ્પાઈશ શેવિંગ ક્રીમ, શિલ્પા બિંદી, જાઈ કાજલ, નેરોલેક પેન્ટ, નિરમા વોશિંગ પાવડર, લિજ્જત પાપડ વગેરે વગેરે જોવાની મજા..
ક્યાંક,રાત્રી ના અંધકાર માં આઇશ-પાઈશ રમવાની મજા;
તો ક્યાંક, સ્ટ્રીટ લાઈટ માં ફૂલ રેકેટ રમવાની મજા..
ક્યાંક,રાત્રી ના અંધકાર માં ઓરસ ના મેળા માં ફરવાની મજા;
તો ક્યાંક, સમજ ન પડવા છતાં કવ્વાલી સાંભળવાની મજા..
ક્યાંક,ઉદય સંસ્થા ના મેમ્બર બની જે ટાઈપ ના હોલ માં પ્રોજેક્ટર થકી ચાર્લી ચેપ્લિન ના મૂંગા ચલચિત્રો જોવાની મજા;
તો ક્યાંક, ખુલ્લા રંગ ઉપવન માં વહેલાં પોહચી જઈ મનગમતી જગ્યા રોકી ચલચિત્રો જોવાની મજા...
અનાયસે વિધિ નું ચક્ર પાછું વળતા મન માં ઉમટી સોનેરી યાદો...
એ માસુમ, નાદાન, દુનિયાદારી ના બોજ વગર નું વિસરાયેલું બાળપણ "ઉનાળા નું વેકેશન" મારી નજરે...
ખાસ નોંધ: વેકેશન માં રખડપટ્ટી માં ભાગ લેનાર મારા વહાલાં મિત્રો ને સમર્પિત...
નજર સામે, અતુલ તાદ્રશ્ય થઈ ગયું👌🏻👌🏻ખુબ જ અસરકારક વર્ણન👍અભિનંદન🙏🏻😊
ReplyDeleteThank you so much
Deleteવાહ ખૂબ જ સરસ...👍👍
ReplyDeleteTHANK YOU.
DeleteExcellent😍❤️
ReplyDeleteMissed those days
ReplyDeleteyes so do I...
DeleteBeautiful 🌹👌👌👍🏻🤗 and golden memories .
ReplyDeleteThank you...<3
Deleteખુબ જ સુંદર અવિસ્મરણીય પ્રસંગોનું તાદ્રશ્ય અનુભૂતિ કરાવતી અદભુત રચના છે..... વાંચવાની ખુબ જ મજા પડી... નવી રચનાની રાહ જોઈશું
ReplyDeleteThank you...
Deleteખુબ જ સુંદર અવિસ્મરણીય પ્રસંગોનું તાદ્રશ્ય અનુભૂતિ કરાવતી અદભુત રચના છે..... વાંચવાની ખુબ જ મજા પડી... નવી રચનાની રાહ જોઈશું
ReplyDeletePlz send next new poetry
ReplyDelete