મન ખોવાયું વિચારોના વૃંદાવનમાં..ક્યારેક બાળક બની બાળપણના સ્મરણોમાં..ક્યારેક પ્રફુલ્લિત બન્યું વિતાવેલ મીઠી યાદોમાં..ક્યારેક દુઃખી થયું અતીતની યાદમાં..ક્યારેક ઉત્સાહિત બન્યું ભવિષ્યના વિચારોમાં..ક્યારેક સંતોષી બન્યું પોતાનું પામતા..ક્યારેક અધીરું બન્યું કંઈક વધુ મેળવવાની ઈચ્છામાં..ક્યારેક હર્ષિત બન્યું કંઈક સફળતા પામતા..મન ખોવાયું આજે વિચારોના વૃંદાવનમાં..ક્યારેક બંધન પામ્યું અનેક બંધનોમાં..ક્યારેક વંચિત રહ્યું અનેક ઈચ્છાઓથી..ક્યારેક વિચલિત થયું કંઈક અજુગતુ બનતા..ક્યારેક વિહર્યુ કાલ્પનિક વિચારોમાં..ક્યારેક કુતૂહલ પામ્યું કંઈક અણધાર્યું, ન જોયેલું બનતા..ક્યારેક શાંત થયું આરામની પળોમાં..ક્યારેક પ્રભાવિત થયું સુવિચારોથી..ક્યારેક પ્રેમમગ્ન બન્યું સ્નેહીની ચાહતમાં..મન ખોવાયું આજે વિચારોના વૃંદાવનમાં..ક્યારેક ખોવાયું સૃષ્ટિના અનેરા સર્જનમાં..સમગ્ર બ્રહ્માંડ, વિશાળ તારામંડળ, સજીવ-નિર્જીવ, ઉત્પત્તિ-વિનાશ, મનુષ્ય દ્વારા નિર્માણ કરાયેલા સર્જન, પૌરાણિક દંતકથા, મહાન વ્યક્તિ, અલૌકિક ઘટનામાં..મન ખોવાયું વિચારોના વૃંદાવનમાં..ક્યારેક ખોવાયું જીવનના, તહેવારોના, સમયના, સંયમના મહત્વમાં; અલ્પજીવી-દીર્ઘજીવી જીવનકાળ, અનિશ્ચિત જીવન-મૃત્યુ, રહસ્યો, ઈચ્છા, મોહમાયા, તૃપ્તતા..વિચારો અનેક, જીવન એક!
"મન ખોવાયું વિચારોના વૃંદાવન માં.."
No comments:
Post a Comment