5/02/2022

"ઉનાળાનું વેકેશન ભાગ ૨"

 "ઉનાળાનું વેકેશન ભાગ ૨"


આજીવિકા, વ્યસ્તતા, કોઈ પણ જાતની જવાબદારી વગર નિર્દોષ મનથી આખો દિવસ મજા માણવાના દિવસો એટલે.....
"બાળપણના ઉનાળા ના વૅકેશનના દિવસો"
"વાયા જો વાયરા ગ્રીષ્મના" તો સંસ્મરણો તાજા થયા જે બન્યા સંભારણા જીવનના.....



અતુલેશ્વર મંદિર પાસે પાર નદી, વિલાયતી આંબલી

જાંબુ, કેરી, વિલાયતી આંબલી ગોતતા ગામ ફરાય, 
લખોટી, કેરમ, પત્તા-રમી, વોલીબોલ, આઇશ-પાઈશ, ફુલ રેકેટ રોજ રમાય.....
ચકરી, વેફર, પાપડ-પાપડી ઘેર ઘેર બનાવાય,
લોચો, ખીચું ખૂબ સ્વાદ થી ખવાય.....


રંગબેરંગી, ખાટાં-મીઠા બરફના ગોળા ખુબ ચૂસાય,
 તો ફર્સ્ટ ગેટ આગળનો મીઠો મધુર શેરડીનો રસ, મોટા મીઠા લાલ રવાદાર તરબૂચ કેમ ભૂલાય....
        કેરી, જામફળ, સફેદ જાંબુ, ખટુમડા બીજાના બગીચામાંથી (રાત્રી ના અંધકારમાં) રોજ તોડાય,
             તો મીઠું-મરચું ભભરાવી નિશ્ચિત સ્થળે ભેગા મળી મિજબાની થાય...
       કાચી કેરી ખાય દાંત ખાટાં થાયપાકી કેરીની આતુરતા થી રાહ જોવાય...
             બપોરે અતુલ સંકુલમાં પડતા લંચ બ્રેક દરમિયાન પિતાજીના આગમન સમયે ઘરે હાજરી પુરાવાય (ધાકથી), તો પિતાજીના ગમનથી ઘરેથી છુમંતર થવાય.....
        વલસાડ જવાનો મોકો મળતા ડ્રીમલૅન્ડ, અલકા, લક્ષ્મી, વસંત જેવી ટોકીઝમાં નવા ચલચિત્રો  જોવાય, તો તિથલ, મોટા બજાર, કલ્યાણ બાગ, બનારસ ભેળ, નવરંગ લસ્સી, દ્વારકાની પાવભાજી જેવા કોઈ પણ સ્થળની મુલાકાત બાકી ન રખાય....


       પાર નદીના પૂલ પર બેસી ઠંડી હવા ખાતા સૂર્યાસ્ત નિહાળાય,
       તો અંધકાર થતા ટેલિવિઝન પર દૂરદર્શનના કાર્યક્રમો,જાહેરાતોની આતુરતાથી રાહ જોવાય...
      વિદેશમાં દિવસ દરમિયાન રમાતી ક્રિકેટ મેચ, મળસ્કે ઉઠી દોસ્તો સાથે ભેગા મળી જોવાની મજા...
 કેવુ અદ્ભૂત આકર્ષણ, કુતૂહલતા અને રાહ જોવાતી જુદા જુદા દિવસે જુદી જુદી ધારાવાહિક સિરીયલો જોવા માટે અને વચ્ચે આવતી જાહેરાતો જોવાની પણ ખૂબ મજા આવતી..... 


   
કેવી તંદુરસ્તી આવી જતી જોઈ "तंदूरती है जहाँ लाइफ बोई है वहां"
     અને કેટલી તાજગી આવી જતી શરીરમાં લિરિલ અને સૌંદ્રય સાબુ નિરમાની જાહેરાત જોઈ  🤪
     ખૂબ મજા આવતી જયારે "मार्लेक्स प्रेसर कुकर कैसे सिटी बजाये"
      અને "बादशाह बनाये बढ़िया खाना", "दूध जैसी सफेदी निरमा लाये"
      અને રાહ જોવી પડતી "हमारा बजाज" ની ડિલિવરી માટે....
      કેવા એકબીજાને બતાવતા દાંત, જયારે માસ્તરજી બોલતા "राजू तुम्हारे दांत तो मोतियों जैसे  चमक रहे हैं" અને ગળાની ખરાશ "विक्सकी गोली लो खिच खिच दूर करो" થી દૂર થતી...
     વિકો ક્રીમથી દુલ્હનના શણગાર થાય અને बारातियोનું સ્વાગત "पान पराग" થી થાય...
      ખૂબ સ્વાદથી ખાતા સૌ "स्वाद भरे शक्ति भरे बरसो से पारले-जी",
    "अटरली बटरली डिलीसीयस अमूल बटर", "मेगी" અને "कुर्रम-कुर्रम लिज्जत पापड़"...
                                              
      નટરાજ પેન્સિલ રેસમાં સૌથી આગળ રહેતી......
      "कुछ खास है हम सभी में, कुछ बात है हम सभी में"
    "बुनियाद" ની લાજોજી અને "करमचन्द" ની  સેક્રેટરી કિટ્ટી, "हम लोग" ના ચુટકી, બઢકી, નન્હે.....
    "नुक्कड़" નો ગણપત અને "वैसे तो हमें आज भी शक्कर मंगता है" (ये जो है जिंदगी)....
   કેવા ખોવાય જતા સૌ "मालगुडी डेझ" ની વાર્તામાં અને "मुंगेरी लाल के हसीन सपनों में"....



            હાસ્ય થી લોટ પોટ થઇ જતા સૌ જયારે ઉદય સંસ્થામાં દર્શાવાતી "લોરેન હાર્ડી",
 "ચાર્લી ચેપ્લિન"ની મૂંગી ફિલ્મો,
         તો ખુબ શોર મચાવતા સૌ જયારે તૂટતી ફિલ્મની પટ્ટી.....🎞️🎞️🎞️


       ખુલ્લા રંગઉપવનમાં ચિત્રપટ જોવા માટે પ્રવેશદ્વાર આગળ લાઈનમાં ઉભા રહેતા......




     ભાઈ બહેન સાથે 
વહેલા પહોંચી ખુલ્લા રંગઉપવનમાં ચિત્રપટ જોવા જગ્યા રોકાય, 

video 1:45 min

તો કેવું આહલાદ્ક વાતાવરણ સર્જાતું જયારે ગુંજતા કર્ણપ્રિય ગીતો....


      "શાંતિ જાળવો ચિત્ર રજુ થાય છે" ના પદાર્પણથી અંધકાર છવાય 
અને મનોરંજનની શરૂઆત થાય....



"पन्ना की तमन्ना है की हीरा मुझे मिल जाए"

काला बाजार:- "खोया खोया चांद खुला आसमान"

कटी पतंग:- "ये जो मोहब्बत है ये उनका है काम"

"शालीमार मेरा प्यार"

"आदमी जो कहता है आदमी जो सुनता है"

"ऐ दिल है मुश्किल जीना यहां"

हम उस देश के वासी है "जिस देश में गंगा बहती है"

"ना जाने क्यु पल में बदल जाते हैं"

असली नकली:- "तेरा मेरा प्यार अमर"

"अज़ीब दास्ता है ये"

interval (video 1min)

"ओ मंचली कहा चली"

प्रेम पुजारी:- "शोखियों में घोला जाए"

                   "चल कहीं दूर निकल जाए"
  
                   "ऐ मेरे दिल कहीं और चल"

                  "सुख में सब कोई दुख में ना कोई"

                 "सारे शहर में आप जैसा कोई नहीं"

                      "उलझन सुलझे ना"

અને છેલ્લું ચિત્રપટ......


  "सुन सुन सुन दीदी तेरे लिए रिश्ता आया है"

An original image of projector of open air theater- Atul

        कई हसीन फिल्मे दिखाकर मनोरंजन किया तूने सबका, 
               खंडहर सुमसान पड़ा आज, 
                     "वक्त ने किया क्या हसीं सितम"

                    મનોરંજનના બાળપણના આ દિવસો પાછા નથી આવતા પણ આવી મીઠી યાદો થકી વર્તમાન જીવનમાં મીઠાશ ભરવાની કોશિશ કરી છે.
        "ઉનાળાનું વેકેશન ભાગ ૨" મારી નજરે





भीगा रे मन मेरा आज

भीगा रे मन मेरा आज              रिमझिम बरसता बारिश,                        छम छम तरंग सुनाती बूंदो ने,            तन मन को भिगोया,          ...