“ચાલ આજે ઉડી લે”
વર્ષાન્તે મોકો
મળશે ફરી પાછો,
મન ભરીને, ચાલ આજે ઉડી લે…..
રંગબેરંગી
રૂપ થી તારા, આકાશ
સજસે મનોહર આજ,
રાહ જોઈ રહ્યુ વિશાળ
ગગન
તારા થકી,
ચાલ આજે ઉડી લે……
"લટકા-મટકા" " ઠુમકા " "ગુલેટા" મારી મનોરંજન કર
સૌનુ આજ,
કૌશલ્ય બતાવ તારા
કરતબ નુ, સૌનો મદાર
તારા પર,
ચાલ આજે ઉડી લે……
મનોરંજન
માટે યુદ્ધ ખેલાશે આભમાં આજ,
પેંચ લડાવવા
તત્પર સૌ કોઈ આજ,
પોતાના
કૌશલ્ય થી સૌના દિલ
જીતી લે,
ચાલ આજે ઉડી લે……
"કા...ઈ...પો છે"
"કપાયો છે" “એ લુટેલો છે”
“એ લપે....... ટ”
ના
નાદ થી ગુંજશે આભ
આજ,
સૌના
મન ને પ્રફુલ્લિત કર,
ચાલ આજે ઉડી લે……
"સુખ-દુખ" " કાપા-કાપી" "તકલીફ” તો રેહવાની જ
જીવન માં,
પડતી મુક સૌ
સમસ્યા આજ, "ઘડી બે ઘડી",
ચાલ
આજે ઉડી લે……
અંધકાર
ભલે સર્જાય આભ રૂપી વિશાળ
જીવન માં,
ફાનશ રૂપી પ્રકાશ
થી જીવન માં કેડી
કંડારી લેજે,
ચાલ આજે ઉડી લે…..
હે કુદરત,
કથપુતલી બની આંગળી
ના ટેરવે તારા,
વિહરુ આભ રૂપી
જીવન માં,
કાપુ, કપાવુ, ફાટું,
લુટાવું, સજુ,
સ્થિરતા
પામું, ગુલેટા મારુ કે નવી
ઊંચાઈ પામું,
બધુ જ
મારા કર્મો થકી,
"ચાલ આજે
ઉડી લે…..”
મનીષ
"वहां मन बावरा, आज उड़ चला, जहां पर है गगन सलोना सांवला"


.jpeg)
.jpeg)