5/30/2021

કુદરત તારી લીલા અપરંપાર!

 

કુદરત તારી લીલા અપરંપાર 

           ઝરમર વહેતું ઝરણું બન્યું એક અંગ સમુ,

                 બની ધોધ વહ્યું આ નીર સરિતા માં...

           નિત વહેતા નીર નદીના જાણે તૃપ્ત થતું રહે આ જીવન ધરતી પર,

                    કુદરત તારી લીલા અપરંપાર...

            નદી થકી સાગર માં સમાયું આ નીર,

                    ઘુઘવાટા મોજા સાગર ના જાણે ક્રોધ દર્શાવ્યો તે...

            તો લહેર સર્જી આશા અને ઉમંગ સાથે દોડતું આ નીર,

                    કિનારે પહોંચી પાછું વળ્યું આ નીર જાણે શાંત થયો આ ક્રોધ.

            કુદરત તારી લીલા અપરંપાર...

                    ખેતર માં લહેરાતા પાકો જાણે સ્મિત લહેરાવ્યું તે આ ધરતી પર,

           કુદરત પૂછે "છે કોઈ સ્મિત તારી પાસે મુજ થકી?"...

                    રંગબેરંગી અવનવા ફૂલ-ફળ નું સર્જન કરી કુતૂહલ સર્જયું તે આ ધરતી પર "છે કોઈ રંગ તારી                     પાસે મુજ થકી?"

            કુદરત તારી લીલા અપરંપાર...

                    વૃક્ષો, જંગલો થકી સિંચ્યો પ્રાણ વાયુ આ પૃથ્વી ને, 

              તો મનમોહક બન્યા આ પર્વતો ઓઢાડી ચાદર બરફ થકી "છે કોઈ સર્જનાત્મકતા તારી પાસે મુજ                થકી?"

                    પક્ષી બની ઉડુ ગગન માં પાંખો થકી "છે કોઈ ઉડાન જીવન માં તારી પાસે મુજ થકી?"

            સૂર્યપ્રકાશ તારણહાર બન્યો આ પૃથ્વી નો, તો ચંદ્ર થકી શીતળતા લહેરાવી તે આ ધરતી પર...

                    ફૂંક્યો પવન સર્જયો વિનાશ ધરતી પર "છે કોઈ બળ તારી પાસે મુજ થકી?"

            મનમોહક તારા સર્જી શણગાર્યું આ આભ ને "છે કોઈ શણગાર તારી પાસે મુજ થકી?"

                    કુદરત તારી લીલા અપરંપાર...

            રહસ્યો, નવીનતા, કુતૂહલતા ભર્યો ખજાનો સંગ્રહી મૂલ્યવાન બનાવી આ સૃષ્ટિ ને "છે કોઈ ખજાનો             તારી પાસે મુજ થકી?" 

                    બની જ્વાળામુખી ઓક્યું ઝેર ઉદર થકી "છે કોઈ ઝેર તારી પાસે મુજ થકી?"

             પ્રક્રિયા સર્જી બન્યા વાદળ ગગન માં, વીજળી જાણે શ્રાપ સમી આ સૃષ્ટિ માં,

                    તો અમૃત સમુ મેઘ વરસાવી બક્ષ્યું જીવન અનેક જીવો ને આ ધરતી પર...

             પણ અલ્પજીવી અને દીર્ઘજીવી કાળ સર્જી રાખી દોર જીવન ની પોતાના થકી,

                      કુદરત તારી લીલા અપરંપાર...

              કેડી કંડારી આજ કુદરતની તો મન માં સર્જાઈ આ રચના, 

                        મેં પૂછ્યું કુદરત ને "છે કોઈ રચના તારી પાસે મુજ થકી?"

            કુદરત તારી લીલા અપરંપાર મારી નજરે...

5/20/2021

મનુષ્ય અવતાર :- સૃષ્ટિ ની એક અનમોલ ભેટ


 મનુષ્ય અવતાર :-  સૃષ્ટિ ની એક અનમોલ ભેટ

સૃષ્ટિ એ સર્જયા અનેક જીવ પણ મનુષ્ય અવતાર એક અનમોલ ભેટ,

        સૃષ્ટિ એ સર્જયા નીર, પવન, વૃક્ષ, પહાડ, રણ....

તો નર-નારી ના નિર્માણ થકી પાંગર્યો આ મનુષ્ય અવતાર....

        નિશા અને ઉદય સર્જી બન્યો દિવસ આ સૃષ્ટિ નો, 

કઈંક સંદેશ તો નથી અંધકાર માંથી પ્રકાશ તરફ પ્રયાણ નો?

        સમયાંતરે બદલાતી ઋતુચક્ર સર્જી અનેરું બનાવ્યું આ સૃષ્ટિ નું સ્વરૂપ,

તો બાળપણ, જવાની, વૃદ્ધાવસ્થા  સર્જી અનેરો બન્યો આ મનુષ્ય અવતાર....

        હર એક જીવ નું  મહત્વ અનેરું આ સૃષ્ટિ માં,   

કર્મો થકી બનશે મહ્ત્વકાંશી મનુષ્ય અવતાર જીવન માં.....

        વિચારો તો અનેક માર્ગો, અનેક વસ્તુ,અનેક આશા, અનેક શોધ થશે આ જીવન માં,

ન વિચારો તો વ્યર્થ જશે આ અવતાર જીવન માં....

        કરવાને રહ્યો નશો જિંદગી માં ઘણી વસ્તુ નો, કેમ ન કરાય નશો કંઈક કરી જવાની ધગશ નો?

ઉત્પત્તિ અને વિનાશ સર્જાય અવનવું બનતું રહેશે આ સૃષ્ટિ માં,

        તો જન્મ અને મૃત્યુ સર્જી પડકારરૂપ રહેશે આ મનુષ્ય અવતાર....

વિલીન થશે આ દેહ એક દિવસ સૃષ્ટિ માં,

        મળશે જન્મ કર્મો થકી આ અવતાર માં.....

કરવુ મંથન રહ્યું આ જીવન માં કંઈક કરવાને,

        મનુષ્ય અવતાર :- સૃષ્ટિ ની એક અનમોલ ભેટ મારી નજરે.....   

5/09/2021

ઉનાળા નું વેકેશન

ઉનાળા નું વેકેશન 
માથે બળબળતો તાપ છતાં, 
વેકેશન પૂરું માણી લેવાની ઘેલછા...
ક્યાંક, સવારે મોડા ઉઠવાની મજા; તો તાપ માથે ચઢતા ગામ ફરવાની મજા..
ક્યાંક, પથ્થર  ફેંકી કેરી, જાંબુ તોડવાની મજા; 
    તો ક્યાંક, અંતુલેશ્વર મંદિર આગળ વિલાયતી આમલી,બઁકોલા ગોતવાની મજા..
ક્યાંક,પારનેરા ડુંગર ની તળેટી માં મોરપીંછ શોધવાની મજા; 
    તો ક્યાંક, વડ ની વડવાઈ ઝૂલવાની મજા..
ક્યાંક, મિત્રો થકી પૈસા ભેગા કરી સાથે તરબૂચ ખાવાની મજા; 
    તો ક્યાંક, ફર્સ્ટ ગેટ આગળ બળદ થકી પિલાતા મીઠો-મધુર શેરડી નો રસ પીવાની મજા..
ક્યાંક,લખોટી રમવાની મજા; 
    તો ક્યાંક, રમી રમવાની,કેરમ રમવાની,સાપ સીડી રમવાની મજા..
ક્યાંક,પડોસીઓ સાથે ભેગા મળી બટાકા ની વેફર,પાપડ-પાપડી, ચકરી,લોચો બનાવાની મજા;
    તો ક્યાંક,પાડોસીના ઘરે થી બરફ ના ટુકડા લાવી ઓરેન્જ,પાઈનેપલ,કાલા ખટ્ટા જેવા રસના     ના સરબત પીવાની મજા..
ક્યાંક,સ્કુલ ના રિઝલ્ટ ના દિવસે વેહલા ઉઠી રિઝલ્ટ જાણવાની કુતુહલતા; 
    તો ક્યાંક,સારું રિઝલ્ટ આવનાર ને ત્યાં પેંડા ખાવાની મજા..
ક્યાંક, વલસાડ પહોંચી નવા ચલચિત્રો માટે લાઈન માં ઉભા રહી ટિકિટ મેળવવાની મજા;
    તો ક્યાંક,કલ્યાણ બાગ આગળ બનારસ ભેળ તેમજ નવરંગ લસ્સી પીવાની મજા..
ક્યાંક, શાંત વાતાવરણ માં આંબે બેઠેલી કોયલ નો ટહુકાર સાંભળવાની મજા;
    તો ક્યાંક, અતુલ સંકુલ માં શિફ્ટ બદલાતા વાગતો નાદ નો રણકાર સાંભળવાની મજા..  
ક્યાંક, પાર નદી ના પૂલ પર બેસી સૂર્યાસ્ત નિહાળવાની મજા; 
    તો ક્યાંક, નદી ના પાણી ને સમતલ ચપ્પટ પથ્થર ફેંકી દેડકી કુદાવવાની મજા..
ક્યાંક, અંધારું થતા ઘરે વહેલાં પોંહચવાની મજા; 
    તો ક્યાંક,રાત્રી ના ટેલિવિઝન પર ક્રમસહ ચિત્રહાર,છાયા ગીત, નુક્કડ, બુનિયાદ,કરમચંદ,     માલગુડીડેઇઝ, વિક્રમ-વેતાળ, યે જો હે જિંદગી તેમજ સૌથી વધુ વિવિધ જાહેરાતો જેવી કે,     માર્લેક્સ પ્રેસર કુકર, ટોપાઝ બ્લેડ, બજાજ સ્કૂટર, ડાબર લાલ મંજન, ઓનિડા ટીવી,        લિરિલ સાબુ, ઓલ્ડ સ્પાઈશ શેવિંગ ક્રીમ, શિલ્પા બિંદી, જાઈ કાજલ, નેરોલેક પેન્ટ,        નિરમા વોશિંગ પાવડર, લિજ્જત પાપડ વગેરે વગેરે જોવાની મજા..
ક્યાંક,રાત્રી ના અંધકાર માં આઇશ-પાઈશ રમવાની મજા;
    તો ક્યાંક, સ્ટ્રીટ લાઈટ માં ફૂલ રેકેટ રમવાની મજા.. 
ક્યાંક,રાત્રી ના અંધકાર માં ઓરસ ના મેળા માં ફરવાની મજા;
    તો ક્યાંક, સમજ ન પડવા છતાં  કવ્વાલી સાંભળવાની મજા.. 
ક્યાંક,ઉદય સંસ્થા ના મેમ્બર બની જે ટાઈપ ના હોલ માં પ્રોજેક્ટર થકી ચાર્લી ચેપ્લિન ના મૂંગા      ચલચિત્રો જોવાની મજા;
    તો ક્યાંક, ખુલ્લા રંગ ઉપવન માં વહેલાં પોહચી જઈ મનગમતી જગ્યા રોકી ચલચિત્રો           જોવાની મજા...
અનાયસે વિધિ નું ચક્ર પાછું વળતા મન માં ઉમટી સોનેરી યાદો...
એ માસુમ, નાદાન, દુનિયાદારી ના બોજ વગર નું વિસરાયેલું બાળપણ "ઉનાળા નું વેકેશન" મારી નજરે...
ખાસ નોંધ: વેકેશન માં રખડપટ્ટી માં ભાગ લેનાર મારા વહાલાં મિત્રો ને સમર્પિત...

भीगा रे मन मेरा आज

भीगा रे मन मेरा आज              रिमझिम बरसता बारिश,                        छम छम तरंग सुनाती बूंदो ने,            तन मन को भिगोया,          ...