ગૌરી પુત્ર શ્રી ગણેશાય નમઃ
"ગણપતિ બાપ્પા મોર્યા" ની મચી ધૂમ ચારે કોર આગમન ના આપની, બન્યા ભક્તિમય સૌ લંબોદરાય શ્રી ગણેશની ભક્તિ માં...
બની દ્વારપાળ માતા પાર્વતીના આદેશ થી,
મસ્તક વઢાયુ પિતા મહાદેવથી,
બન્યા ગજાનંદ, એકદંત શ્રી ગણેશજી...
કરી પરિભ્રમણ માતા પિતાની શીખ દીધી વિશ્વને "પૂજા અર્ચના થી મહત્વ માતા પિતાનું જીવનમાં સર્વોપરી"....
બિરાજમાન બન્યા ગણોના સ્વામી ગણપતિ સવારી કરી મૂષકની, સજ્યા પુષ્પ લાલ, દૂર્વા, શમી પત્રથી, ચઢ્યો ભોગ મનભાવન મોદકનો...
છુપાયું મર્મ દરેક લાક્ષણિકતાઓમાં આપની, પામ્યા સ્થાન પ્રથમ દરેક નવા કાર્યમાં પુત્રો શુભલાભ થકી...
પામે સૌ રિધ્ધિ સિધ્ધિ જીવનમાં ગૌરીપુત્ર શ્રી ગણેશના આશીર્વાદ થકી...
લેશે જન્મ દરેક યુગમાં આદિદેવ ગણપતિ, હરશે વિઘ્ન જીવનમાં, સિંચશે સંસ્કાર જીવનમાં માતા પિતા પ્રતિ પોતાના ફરજની...
ઠંડુ થશે શરીરનું તાપમાન અનંત ચતુર્દશીના દિવસે પાણીમાં વિસર્જન થકી,
પણ આતુરતા રહેશે દરેક વર્ષ આપના આગમનની...

.png)