1/09/2022

હું એક અલબેલો પતંગ!


કોઈ કહે પૂછડિયો, કોઈ કહે તારલિયો, કોઈ કહે ખંભાતી, કોઈ કહે તોફાની, કોઈ કહે ચોખંડો, કોઈ કહે ફુદ્દી, કોઈ કહે ગ્લાસિયો, કોઈ કહે ચિકણીયો, કોઈ કહે આંખિયો, કોઈ કહે તિરંગો, કોઈ કહે ગુલાટિયો તો કોઈ કહે લીલો-પીળો,લાલ,કાળો,દુધિયો......

મળ્યા મને નામ મારા રંગરૂપ, મારા મિજાજ પ્રમાણે.....

            હું એક અલબેલો પતંગ.....

સંગીતના તાલે સૌને નચાવું અગાશી પર, 

સૌ કોઈ મને નચાવે આંગળીના ટેરવે ગગનમાં....

            હું એક અલબેલો પતંગ.....

તલના લાડુ, મમરાના લાડુ, ચીકી, શેરડી, બોર ખવડાવવા આવ્યો હું,

દાન, પુણ્ય કરાવવા આવ્યો હું.....

             હું એક અલબેલો પતંગ....

બાંધી કિન્ના, ઉડવાને ઉત્સુક બન્યો આકાશમાં... 

સંધાયો ફાટતા, જીવવાને વારંવાર...

            હું એક અલબેલો પતંગ....

કોઈ મારા કાપવાથી ખુશ, કોઈ મારા કપાવવાથી ખુશ, કોઈ મારા લૂંટાવાથી ખુશ, બધી બાજુથી ફસાયો હું....

             છું ને હું એક અલબેલો પતંગ?

ટક્યું મારું અસ્તિત્વ-મદાર આકાશમાં, મારી સંગિની ફિરકી-માંજા, મારા ઉડાવવાના કુનેહ હવાના જોર થકી, કમજોર પડતા કપાયો હું....

             હું એક અલબેલો પતંગ.....

રંગબેરંગી રૂપથી મારા, આકાશ બન્યું મનમોહક,

નાના મોટા સૌ કોઈ બોલે "એ... કા...ય...પો... છે...!"

            હું એક અલબેલો પતંગ....

કાપા- કાપી, મનોરંજન ભર્યો બન્યો દિવસનો માહોલ,

શમી સાંજે થાકતા નીચે ઉતર્યો હું, અંધકાર થતાં ફરી ફાનસ લઈ લટાર મારવા નીકળ્યો હું...

            હું એક અલબેલો પતંગ....

એક દિવસ માટે સૌનો વહાલો બન્યો હું,

            કાલથી ન પૂછે કોઈ ભાવ મારો, ભલે રસ્તે રઝળ્યો હું...

ક્યાંક વીજળીના થાંભલે, ક્યાંક ઝાડની ડાળે, ક્યાંક ઘરમાં માળિયે ખૂણામાં, ક્યારેક હોલિકા દહનમાં દહન થયું મારું.... 

            હું એક અલબેલો પતંગ....

કલમને બનાવી દોરી,

કાગળને બનાવ્યું આકાશ,

મનને બનાવી પતંગ,

ઉડ્યો, ઝૂમ્યો, કાપ્યો, કપાયો, લૂંટાયો, અનંતયાત્રાએ નીકળ્યો આજે આકાશમાં....

    મારા પતંગની ઉડાન મારા શબ્દોમાં...

દાંડી, નવસારી.

૨૦૧૩


उम्र बढ़ रही तेरी तरह आगे बढ़ते हुए, 
        वक़्त (डोर) कम हो रहा जीवनमें (फिरकीमें), एक कटुसत्य जो ठहरा...
लहराया आकाशमें इस तरह तु,
        यादगार बन गया वो पल जीवनमें, एक अमूल्य खजाने की तरह....!

भीगा रे मन मेरा आज

भीगा रे मन मेरा आज              रिमझिम बरसता बारिश,                        छम छम तरंग सुनाती बूंदो ने,            तन मन को भिगोया,          ...