6/19/2021

એક પિતાનું મૃત્યુ

 

એક પિતા નું મૃત્યુ 

                    લાગ્યો આઘાત આપના મૃત્યુનો આ જીવન માં,
                            રહેશે સદા ખાલીપો આ સંસાર માં આપની હાજરી નો...
                    વર્ષો વિત્યા, વિતશે આપના મૃત્યુને, પણ હંમેશા દરેક ક્ષણ જીવિત છો આપ આ હૃદય માં...
                            ભારી રહ્યું પલડું આપના સત્કર્મોનું, બની ગયું મૃત્યુ એક પહેલી સમું...
                    નજર સામે હંમેશા રહેશે આપનું હર્ષ એક લહેરાતા ફૂલ સમું, વિતશે જીવન એક ફૂલ ની ફોરમ સમું...
                            "પાપા" ડગલી ચાલતા શીખવાડયું, ચલાવતા આ સંસાર.....        એ પિતા...
                    "પ્રયત્ન કર કંટાળ નહિ તું કોઈ કામ માં સફળ થઈશ એક દિવસ આ સંસાર માં..."
                            માર્ગદર્શન આપ્યું દરેક દિશાનું જીવન માં "રોશન થઈશ હું" તુજ થકી આ સંસાર માં...
                    એક મુખ્ય સ્તંભ બની છત્રછાયા આપી કુટુંબ ને, કરી હિફાજત જીવનભર મનમંદિર થકી     
                    એ પિતા...
                    સમજાયું સઘળું જીવન બન્યા પછી પિતા, કેમ વિતાવાય કઠિન જીવન સંતાન, કુટુંબ ના સુખ કાજે...
                    સહ્યું દુઃખ હંમેશા પોતાને કાજે, વરસાવ્યો સ્નેહ સરખો દરેક સંતાન કાજે...
                રહ્યું શીર્ષક "એક પિતા નું મૃત્યુ" ફક્ત શીર્ષક કાજે, 
                            નથી થયું મૃત્યુ કોઈ પિતા નું આ જીવન માં કોઈ સંતાન કાજે...
                  "તુજ માં સમાયો હું" જીવિત રહીશ સદા........
                      હૃદય માં ધડકન બની, શરીર માં ચેતના બની... 
                      ઉગતા દિવસે સુપ્રભાત બની, આથમતી સાંજે તારા બની...
                      મુશ્કેલી માં આશાનું કિરણ બની, જીવન માં એક પ્રેરણા બની... 
                      અંધારા માં પ્રકાશ બની, દરેક નિર્ણય માં અટલ ચટ્ટાન બની...
                      મહેકાવીશ જીવન એક ફૂલ બની...
                      દરેક પ્રસંગ માં ખુશી બની, એક શુભચિંતક બની... 
                 વિતશે જીવન આપના આશીર્વાદ થકી, કોટિ કોટિ વંદન કરીયે એ પિતાને...
                      "એક પિતાનું મૃત્યુ"     મારી નજરે...
                       એક પિતા ને સમર્પિત.


6/07/2021

પ્રેમની પરિભાષા

પ્રેમની પરિભાષા
અત્ર તત્ર સર્વત્ર સર્વોપરી રહેશે, ઋણી રહેશે જન્મ-મૃત્યુ સુધી આ જનનીનો વાત્સલ્ય પ્રેમ "માતૃપ્રેમ".
    મધરાત્રે નદીના પૂર માં બાળ શ્રીકૃષ્ણ ને સુરક્ષિત લઈ જનાર વાસુદેવ, 
    પુત્રવિયોગ થી મૃત્યુ પામનાર રાજા દશરથ...
    કરી વિદાય દીકરીને, દિલ માં વ્યથા, મુખ પર હર્ષ ના આંસુ "સદા સુખી રહે ઘરની લાડકવાયી તું"
હંમેશા નીડરતા, મનોબળ વધારનાર, સારા સંસ્કારના પાઠ ભણાવનાર પિતાનો બન્યો "પિતૃપ્રેમ"...
    બની મીરા ભક્તિમય, ઝેર પીધું અમૃત સમુ...
    અનેકવાર સંહારની કોશિશ છતાં જીવિત રહ્યો ભક્ત પ્રહલાદ પ્રભુના રટણ થકી,
પૂજા, અર્ચના અને ભક્તિ થકી બન્યો "પ્રભુપ્રેમ"...
     બની પતિવ્રતા, કરી પાર અનેક કસોટીઓ,
સમાઈ ધરતી માં ધરતી પુત્રી માતા સીતા અટલ "પતિપ્રેમ" થકી...
    ચરણ ધોઈ સુદામાના ધન્ય બન્યા રાજાધિપતિ દ્વારકેશ શ્રીકૃષ્ણ,
પ્રેમ, વિશ્વાસ, જીગરી, નિસ્વાર્થપણા થકી સદા મહેકશે આ "મિત્રપ્રેમ"...
     કર્યું વિશ્વ ભ્રમણ બાળ ગણેશજી એ માતા-પિતાના ભ્રમણ થકી, 
     કરાવી તીર્થયાત્રા શ્રવણે નેત્રહીન મા-બાપને કાવડ થકી...
કરશે નમન, સદાયે યાદ લોકો આવા સંતાનને માતા-પિતા પ્રત્યેના "પ્રેમ" થકી,
     કરી શિક્ષાની સાધના ગુરુ-મૂર્તિ થકી, રાખી લાજ વિદ્યાની અંગુઠો કાપ્યો એકલવ્ય એ ગુરુ-દક્ષિણા માટે,
બન્યો મહાન શિષ્ય "ગુરુપ્રેમ" થકી.
     વરસ્યો વરસાદ, બળતરા ઠરી સંગીત સમ્રાટ તાનસેનની રાગ મલ્હાર થકી...
સંગીત, નૃત્ય, કલા માં રુચિ થકી બન્યો "સંગીત પ્રેમ", "કલાપ્રેમ"...
     બનાવ્યો તાજ મહેલ શાહજહાં એ બેગમ મુમતાઝની યાદ માં, 
સદા અમર રહે આ "ચાહત નો પ્રેમ"...
     શહિદી વહોરી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે દેશ માટે, 
વીરતા, દેશભક્તિ, ત્યાગ, બલિદાન થકી અમર રહેશે આ "દેશપ્રેમ"...
     ભોગવ્યો વનવાસ લક્ષ્મણે પણ રામના રખેવાળ થકી,
વિતાવ્યું તપસ્વી જીવન, કર્યું રાજકાર્ય ભરતે શ્રીરામ ની પાદુકા થકી, નિભાવ્યો "ભાતૃપ્રેમ"...
     જીતાવ્યું યુદ્ધ શ્રી કૃષ્ણ એ સમજાવી "ધર્મ-સ્વ-ધર્મ" અર્જુનને,
કર્યો વિનાશ અધર્મીઓનો "ધર્મપ્રેમ" થકી...
     અબોલ જીવો પ્રત્યે દયા, કરુણા થકી બન્યો "પશુપ્રેમ",
કુટુંબ પ્રત્યે માન, જવાબદારી, પરસ્પર સ્નેહ સંબંધો થકી બન્યો "કુટુંબપ્રેમ",
દોર થકી રક્ષા કાજે બંધાયો ભાઈ-બહેનનો "પવિત્રપ્રેમ",
ભણતર, ઘડતર, સંશોધન માટે જરૂરી બન્યો "શિક્ષાપ્રેમ",
અમૃત સમો મેઘ વરસ્યો આ ધરતી પર, બન્યો કુદરતનો "પ્રકૃતિપ્રેમ",
        "પ્રેમ થકી બની દુનિયા, પ્રેમ થકી ટકી દુનિયા"
મન માં વસાવો પ્રેમ તો મળશે પ્રેમના અનેક રૂપ...
                    "પ્રેમની પરિભાષા" મારી નજરે.

भीगा रे मन मेरा आज

भीगा रे मन मेरा आज              रिमझिम बरसता बारिश,                        छम छम तरंग सुनाती बूंदो ने,            तन मन को भिगोया,          ...