વીણેલા મોતી
એટલે...
રોજ નવી આશાનું કિરણ લાવનાર સૂર્ય...
કુદરતની અનમોલ ભેટ એટલે મનુષ્ય જીવન...
કુદરતી સૌંદર્ય સમું મનની સુંદરતા...
સકારાત્મક વિચારોથી ઉત્તમ ભાવિનું નિર્માણ...
કઠોર પરિશ્રમ કરી મેળવેલી સિદ્ધિ...
દેશ હિત માટે આપેલ બલિદાન...
હૃદય પરિવર્તન માટે જવાબદાર અંતરઆત્માનો અવાજ...
સુખ દુઃખ માટે જવાબદાર કર્મ...
દરિયાઈ મોજા સમો ક્રોધ...
અહંકારથી સવાયું વિનમ્રતા...
નાના બાળક સમો નિઃસ્વાર્થ પ્રેમભાવ...
કૃષ્ણ સુદામા સમી મિત્રતા...
એકલવ્ય સમો ગુરુપ્રેમ...
મૂલ્યથી સવાયું અન્નનું મહત્વ...
શારીરિક બળથી સવાયું મનોબળ...
સૂર્યોદય-સૂર્યાસ્ત સમું નિશ્ચિત જન્મ-મૃત્યુ...
દેહ મોક્ષ પામતા પેહલા જીવન પ્રત્યે સંતોષ...
મારી નજરે...