" વાયા વાયરા વસંતના "
ખીલ્યું સૌંદર્ય પ્રકૃતિનું રંગ,સુગંધ, તાજગી ભર્યું,
વસુંધરા સજી સોળે શણગાર આજ,
વાયા વાયરા વસંતના.....
નવપલ્લવિત થયા વૃક્ષો વન વગડાના,
મહેક્યું વાતાવરણ કમળ, કેસુડા, આમ્ર મંજરી, અનેક પુષ્પોથી,
ગુંજ્યું વાતાવરણ કોયલના કર્ણપ્રિય મધુર ટહુકાથી, ભમરાના ગુંજનથી,
વાયા વાયરા વસંતના.....
નવસર્જન ની ઋતુ પ્રકૃતિની નિરાળી,
જાણે ઉજવે તહેવાર રંગ, મહેક, ગુંજન બની,
ઋતુરાજ વસંતનો વૈભવ સર્વોપરી,
વાયા વાયરા વસંતના.....
અપનાવવું રહ્યું આ ચક્ર પ્રકૃતિનું જીવનમાં,
ત્યાગી જીર્ણ વસ્ત્રો શિશિર ના,
મહેકાવીએ જીવન વસંત સમુ,
વાયા વાયરા વસંતના...... મનીષ




No comments:
Post a Comment