8/03/2021

મંથન


 

મંથન 

 જીવન................મૃત્યુ....... (✖)

જીવન................મૃત્યુ....... (✖)

જીવન..........મંથન......... મૃત્યુ (✔)

હું કોણ છું?  મારી ઓળખ શું છે?  હું શું કરી શકું છું?  

મારા જીવન નો ધ્યેય શું છે?  મેં શું કર્યું? 

        કરવું રહ્યું મંથન આ જીવન માં........

મળ્યો અવતાર મનુષ્ય નો એ "કુદરત ની એક અનમોલ ભેટ''

કર્યું શું તે આ જીવન માં એ તારી ખોજ......

કંઈક તો અર્થ હશે આ અવતાર નો, જન્મ લીધો પ્રભુ શ્રી કૃષ્ણ એ પામવા આ મહામૂલ્યવાન મનુષ્ય અવતાર,

        કરવું રહ્યું મંથન આ જીવન માં......

મેળવ્યા વિલીન થયેલા રત્નો સમુદ્ર મંથન થકી,

વિષ પીધું મહાદેવે સંસાર ના રક્ષણ કાજે....

બાળપણ, જુવાની,આધેડ અવસ્થા, વૃદ્ધાવસ્થા વીતશે સમયાંતરે....

સમય ન રાહ જોશે કોઈનો આ જીવન માં....

        કરવું રહ્યું મંથન આ જીવન માં.....

ઠંડી, ગરમી, વરસાદ  ક્રમ રહ્યો ઋતુ નો,અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ ઉતાર ચઢાવ  કુદરત નો....

રહ્યું જીવન ઉતાર ચઢાવ નું, તક મળશે દરેક ને પોતાની દિશા માં આગળ  વધવાને......

        કરવું રહ્યું મંથન આ જીવન માં....

જીવન રહ્યું કુદરત ના હાથ માં, કર્મ રહ્યું આપણા હાથ માં........

સૂરજ  ઉગશે રોજ, લાવશે નવી આશા નું કિરણ રોજ.......

કર મંથન રોજ,જીવન માં ફેલાય પ્રકાશ એક કિરણ બની...

કાયા અને માયા ના મોહપાશ માં ફસાયો તું, મંથન કર કયા રસ્તે નીકળયો તું.....

જીવન ભલે રહ્યું અલ્પજીવી ફૂલો નું,ફેલાવી ખ઼ુશ્બૂ વાતાવરણ માં, અર્પણ  બન્યા પ્રભુ ચરણ માં.....

એકલતા, નિષ્ફળતા, ઉદાસી અવરોધ બનશે માર્ગ માં,મંથન થકી દૂર થશે દરેક વિઘ્ન જીવન માં....

વિચાર, વિચારશીલતા, વિચારધારા નું મંથન કર....

દહીં વલોવતા મળ્યું માખણ, કર મંથન, કર સંઘર્ષ  મળશે દિશા ખુલશે અનેક માર્ગ, થશે નિવારણ અનેક સમસ્યા નું... મળશે સફળતા....

''મંથન'' મારી નજરે......

No comments:

Post a Comment

भीगा रे मन मेरा आज

भीगा रे मन मेरा आज              रिमझिम बरसता बारिश,                        छम छम तरंग सुनाती बूंदो ने,            तन मन को भिगोया,          ...