દેશ ની આઝાદી
યાદ કરીએ એ સપૂતો ને...
કેવો હશે દેશ માટે પ્રેમ? કેવી હશે દિલ માં દેશ માટે ત્યાગ, બલિદાન ની ભાવના? કેવી રણનીતિ? કેવું પરાક્રમી નીડર સાહસ?
દેશ માટે કંઈક કરી જવાની ભાવના...
"તુમ મુઝે ખૂન દો, મેં તુઝે આઝાદી દૂંગા" "ઇન્ક્લાબ ઝિંદાબાદ" "સાયમન ગો બેક" "મેરી ઝાંસી નહિ દૂંગી" "સત્યમેવ જયતે" "સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર અને તે હું મેળવી ને જ જંપીશ"
"મંથન" કરી નિભાવી દેશ માટે "પ્રેમ ની પરિભાષા" સફળ બનાવ્યો આ "મનુષ્ય અવતાર"
નમન એ સૌ સપૂતો ને જેમણે પ્રાણ નું બલિદાન આપ્યું દેશ ની આઝાદી માટે...
નમન એ સૌ શૂરવીરો ને જે સતત કાર્યરત છે દેશ ની સુરક્ષા માટે...
અનેક્તા માં સમાવો એકતા, દૂર કરો ઉંચનીચ ના ભેદભાવ, અંધશ્રદ્ધા, જાતિવાદ, ધર્મવાદ...
લાવી સાક્ષરતા બનાવીએ ખરા અર્થ માં આઝાદ મહાન આપણો દેશ ભારત.
મન ની આઝાદી
સાંભળતા...
ઉડ્યું મન આકાશ માં પક્ષી બની...
લહેરાયું મન જાણે પવન બની...
વિહર્યુ મન આકાશ માં એક વાદળ બની...
વાગોળ્યા બાળપણના સંસ્મરણો એક માસૂમ આઝાદ દિલ બાળક બની...
દોડયું મન જાણે એક લહેર બની...
પ્રફુલ્લિત બન્યું મન મોર ના ટહુકા સમુ...
રચાયા મન માં વિચાર એક સપનું બની...
અહેસાસ પક્ષી નો મુક્ત થતા પાંજરા માંથી...
શું આવી મન ની આઝાદી શક્ય છે?
બંધાયો તું કોઈ ને કોઈ બંધન માં...
વ્યક્તિગત, સામાજિક, કૌટુમ્બિક, માનસિક તણાવ હેઠળ...
અહેસાસ મન ની આઝાદી નો જુદો દરેક વ્યક્તિ નો પોતાનો...
શોધવો રહ્યો વિકલ્પ મન ની આઝાદી નો આ યુગ માં!
મંથન કરતા મળ્યો વિકલ્પ મનની આઝાદીનો :- મન નો સંતોષ
મુક્તપણે મનના વિચારો રજુ કરી ચલાવી કલમ, નથી કોઈ બંધન મનના વિચારોને...
મન ની આઝાદી મારી નજરે...


No comments:
Post a Comment