7/20/2021

વરસે મેઘ આજ મન મૂકી


 


વરસે મેઘ આજ મન મૂકી 

વરસો મેઘા આજ મન મૂકી .....
               વરસે મેઘ આજ મન મૂકી .....
કાળા ડિબાંગ વાદળો, વીજળી ના ચમકારા, સુસવાટા પવન ના, કુદરત ના ઢોલ નગારા, બન્યું વાતાવરણ મન-મોહક, 
                વરસે મેઘ આજ મન મૂકી.....
જગત નો તાત થયો રાજી, તૃપ્ત થશે ધરતી આજ અમૃત થકી, 
                વરસે મેઘ આજ મન મૂકી..
શાંત થયો કલરવ પક્ષી નો, વધ્યો શોર કુદરત નો, "કુદરત તારી લીલા અપરંપાર''
                વરસે મેઘ આજ મન મૂકી..
અવિરત બુંદ વરસાવી નૃત્ય કર્યું આજ તે ધરતી પર ''છમ છમા છમ''
                વરસે મેઘ આજ મન મૂકી..
વરસસે  તારી કૃપા તારા બંધારણ થકી, અરજ મારી વરસે મારે ઘર એક અલૌકિક રચના બની,
                વરસે મેઘ આજ મન મૂકી..
સંસ્મરણો જુના, થયા તાજા આજ તારી થકી.....
                એ નિશાળ સંકુલ ના ચોમાસા માં ખીલતા કદમ ના પુષ્પો, વધુ વરસાદ પડતા નિશાળે થી મળતી અચાનક રજા માણવાની મજા, રેઇનકોટ પેહરી લટાર મારવાની મજા, છત્રી કાગડો બની જતા ભીંજાવાની મજા, કાદવ માં લપસી પાડવાની મજા તો કાગળ ની હોડી  બનાવી પાણી માં છોડવાની નિર્દોષ મજા, કેરમ-રમી જેવી ઘર માં રમાતી રમતો રમવાની મજા, બાગ માં નવા નવા છોડ રોપવાની મજા, તળેટી માં મોર ના ટહુંકા સાંભળવાની  મજા, વૃક્ષો ના પાંદડા ના અવાજ થકી વરસાદ ના આગમન-આગમચેતી માણવાની મજા, દેડકાનો ખોખરો અવાજ સાંભળવાની  મજા......
                મન પ્રફુલ્લિત બન્યું આજ નિહાળી તારી લીલા, કેમ ન કરાય ઉજવણી આજ તારી કલમે થી શબ્દો થકી.......
                        વરસે મેઘ આજ મન મૂકી..... મારી નજરે.
 

2 comments:

  1. વાહ, બાળપણમાં માણેલી વરસાદની મઝા સાદ આવી ગઈ👌🏻
    ખુબ જ રસ પ્રદ😊

    ReplyDelete

भीगा रे मन मेरा आज

भीगा रे मन मेरा आज              रिमझिम बरसता बारिश,                        छम छम तरंग सुनाती बूंदो ने,            तन मन को भिगोया,          ...