5/30/2021

કુદરત તારી લીલા અપરંપાર!

 

કુદરત તારી લીલા અપરંપાર 

           ઝરમર વહેતું ઝરણું બન્યું એક અંગ સમુ,

                 બની ધોધ વહ્યું આ નીર સરિતા માં...

           નિત વહેતા નીર નદીના જાણે તૃપ્ત થતું રહે આ જીવન ધરતી પર,

                    કુદરત તારી લીલા અપરંપાર...

            નદી થકી સાગર માં સમાયું આ નીર,

                    ઘુઘવાટા મોજા સાગર ના જાણે ક્રોધ દર્શાવ્યો તે...

            તો લહેર સર્જી આશા અને ઉમંગ સાથે દોડતું આ નીર,

                    કિનારે પહોંચી પાછું વળ્યું આ નીર જાણે શાંત થયો આ ક્રોધ.

            કુદરત તારી લીલા અપરંપાર...

                    ખેતર માં લહેરાતા પાકો જાણે સ્મિત લહેરાવ્યું તે આ ધરતી પર,

           કુદરત પૂછે "છે કોઈ સ્મિત તારી પાસે મુજ થકી?"...

                    રંગબેરંગી અવનવા ફૂલ-ફળ નું સર્જન કરી કુતૂહલ સર્જયું તે આ ધરતી પર "છે કોઈ રંગ તારી                     પાસે મુજ થકી?"

            કુદરત તારી લીલા અપરંપાર...

                    વૃક્ષો, જંગલો થકી સિંચ્યો પ્રાણ વાયુ આ પૃથ્વી ને, 

              તો મનમોહક બન્યા આ પર્વતો ઓઢાડી ચાદર બરફ થકી "છે કોઈ સર્જનાત્મકતા તારી પાસે મુજ                થકી?"

                    પક્ષી બની ઉડુ ગગન માં પાંખો થકી "છે કોઈ ઉડાન જીવન માં તારી પાસે મુજ થકી?"

            સૂર્યપ્રકાશ તારણહાર બન્યો આ પૃથ્વી નો, તો ચંદ્ર થકી શીતળતા લહેરાવી તે આ ધરતી પર...

                    ફૂંક્યો પવન સર્જયો વિનાશ ધરતી પર "છે કોઈ બળ તારી પાસે મુજ થકી?"

            મનમોહક તારા સર્જી શણગાર્યું આ આભ ને "છે કોઈ શણગાર તારી પાસે મુજ થકી?"

                    કુદરત તારી લીલા અપરંપાર...

            રહસ્યો, નવીનતા, કુતૂહલતા ભર્યો ખજાનો સંગ્રહી મૂલ્યવાન બનાવી આ સૃષ્ટિ ને "છે કોઈ ખજાનો             તારી પાસે મુજ થકી?" 

                    બની જ્વાળામુખી ઓક્યું ઝેર ઉદર થકી "છે કોઈ ઝેર તારી પાસે મુજ થકી?"

             પ્રક્રિયા સર્જી બન્યા વાદળ ગગન માં, વીજળી જાણે શ્રાપ સમી આ સૃષ્ટિ માં,

                    તો અમૃત સમુ મેઘ વરસાવી બક્ષ્યું જીવન અનેક જીવો ને આ ધરતી પર...

             પણ અલ્પજીવી અને દીર્ઘજીવી કાળ સર્જી રાખી દોર જીવન ની પોતાના થકી,

                      કુદરત તારી લીલા અપરંપાર...

              કેડી કંડારી આજ કુદરતની તો મન માં સર્જાઈ આ રચના, 

                        મેં પૂછ્યું કુદરત ને "છે કોઈ રચના તારી પાસે મુજ થકી?"

            કુદરત તારી લીલા અપરંપાર મારી નજરે...

3 comments:

भीगा रे मन मेरा आज

भीगा रे मन मेरा आज              रिमझिम बरसता बारिश,                        छम छम तरंग सुनाती बूंदो ने,            तन मन को भिगोया,          ...